ગુજરાત: કપાસના પાકના નુકસાન પર રાહત પેકેજ, અરજીઓ શરૂ
2025-09-05 11:36:35
ગુજરાત : કપાસ પાકમાં નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર, ઓનલાઈન અરજી શરૂ
ભાવનગરના મહુવા, સિહોર, ઘોઘા, ઉમરાળા તાલુકામાં કપાસના પાકને થયેલા નુકસાન માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. 2 હેક્ટર સુધી સહાય આપવામાં આવશે અને તારીખ 02/09/2025થી અરજી કરી શકાશે.
ઓક્ટોબર-2024 દરમિયાન ભાવનગર જિલ્લામાં ભૂતકાળની વિપરીત વરસાદી પરિસ્થિતિ સર્જાતા ખેતી પર ગંભીર અસર જોવા મળી હતી. ખાસ કરીને મહુવા, સિહોર, ઘોઘા અને ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકારે આ ચાર તાલુકાના ગામોને ‘કૃષિ રાહત પેકેજ’માં સમાવેશ કર્યો છે. ખાસ કરીને કપાસના પાકને થયેલા નુકસાન માટે આ સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ઓક્ટોબર-2024માં થયેલા ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતર માટે સરકાર દ્વારા "કૃષિ રાહત પેકેજ (કપાસ) ઓક્ટોબર-2024" જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાનાં મહુવા, સિહોર, ઘોઘા અને ઉમરાળા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેકેજના અંતર્ગત 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. એક ખાતામાં માત્ર એક જ લાભાર્થીને સહાય મળવાપાત્ર છે. આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. 02/09/2025 થી 15 દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઈ. મારફત ઓનલાઈન અરજી કરવી રહેશે.
ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. ઓનલાઈન અરજી કરતા સમયે ખેડૂતોએ આ સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે
1) ગામના નમુના નં 7-12 અને 8-અ ની અદ્યતન નકલ.
2) ગામના નમુના નં 12 માં ઓક્ટોબર 2024 માં કપાસ પાકની વાવેતરની નોંધ ન હોય તો તલાટી કમ મંત્રીશ્રીનો (ડિજિટલ કોપ સર્વે DSC) આધારિત વાવેતરનો દાખલો રજૂ કરવાનો રહેશે.
5) સંયુક્ત ખાતેદારના કિસ્સામાં, અરજદાર ખેડૂત સિવાયના અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક અથવા અન્ય ખેડૂત ખાતેદારોની અનુપસ્થિતિમાં અરજદાર ખેડૂતનું કબૂલાતનામું જરૂરી છે.
6) ખેડૂત ખાતેદારના મૃત્યુના કિસ્સામાં, વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવું પડશે. પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકીના અન્ય વારસદારો અને તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી શકે છે.
7) આ રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય (ટ્રસ્ટ) જમીન ધારકોને મળવાપાત્ર નહીં થાય.
8) આ પેકેજ હેઠળ એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર છે.