આજે સેન્સેક્સ 139.58 પોઈન્ટના ઘટાડા સાથે 65655.15 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 37.80 પોઈન્ટના ઘટાડા સાથે 19694.00 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ સિવાય બીએસઈમાં આજે કુલ 3,980 કંપનીઓના સોદા થયા હતા, જેમાંથી લગભગ 1,882 શૅર ઉછાળા સાથે અને 1,932 શૅર્સ ઘટાડા સાથે બંધ થયા હતા. 166 કંપનીઓના શેરના ભાવમાં કોઈ ફરક નથી. આજે 413 શેરો 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે બંધ થયા છે.