યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારા વચ્ચે મજબૂત અમેરિકન ચલણના દબાણમાં સોમવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 16 પૈસા ઘટીને 10 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સ્થાનિક ચલણ તેના અગાઉના 82.85ના બંધની સરખામણીએ ડોલર દીઠ 83.01 પર ખુલ્યું હતું.
આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે BSE સેન્સેક્સ 396.18 પોઈન્ટના ઘટાડા સાથે 64926.47 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 125.80 પોઈન્ટના ઘટાડા સાથે 19302.50 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.