સ્થિર ગ્રીનબેક વચ્ચે સોમવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નજીવો ઊંચો ખુલ્યો હતો. સ્થાનિક ચલણ અગાઉના 82.17ના બંધની સરખામણીએ 3 પૈસા વધીને 82.14 પ્રતિ ડોલર પર ખુલ્યું હતું.
આજે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. આજે બીએસઈ સેન્સેક્સ લગભગ 26.25 પોઈન્ટના વધારા સાથે 66087.15 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી 20.10 પોઈન્ટના વધારા સાથે 19584.60 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો.