યુએસ ફેડરલ રિઝર્વની જૂનની બેઠકમાં આ વર્ષે વધુ વ્યાજદરમાં વધારાના સંકેત આપ્યા બાદ ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 13 પૈસા નીચો ખૂલ્યો હતો. સ્થાનિક યુનિટ 82.23 ના પાછલા બંધની તુલનામાં 82.36 પ્રતિ ડોલર પર ખુલ્યું હતું.
આજે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે BSE સેન્સેક્સ 49.33 પોઈન્ટના ઘટાડા સાથે 65396.71 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 13.00 પોઈન્ટના ઘટાડા સાથે 19385.50 પોઈન્ટ પર ખુલ્યો હતો.