ભારતીય રૂપિયો બુધવારે મજબૂત યુએસ ચલણ અને વિદેશમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે યુએસ ડોલર સામે 7 પૈસા નીચા બંધ રહ્યો હતો. સ્થાનિક ચલણ પ્રતિ ડૉલર 82.92 ની સરખામણીમાં 82.99 પ્રતિ ડૉલર પર બંધ થયું.
સેન્સેક્સ ઉછળ્યો, 246 પોઈન્ટ વધીને બંધ
આજે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 245.86 પોઈન્ટના ઉછાળા સાથે 67466.99 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 76.80 પોઈન્ટના વધારા સાથે 20070.00 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો.