આજનો દિવસ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે પસાર થયો. આજે શેરબજાર જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ અંતે સારા ઉછાળા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 358.79 પોઈન્ટના ઉછાળા સાથે 70865.10 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104.80 પોઈન્ટના વધારા સાથે 21255.00 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.