આજે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. આજે સેન્સેક્સ લગભગ 900.91 પોઈન્ટ ઘટીને 63148.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 264.90 પોઈન્ટના ઘટાડા સાથે 18857.30 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઘટાડાને કારણે આજે શેરબજારની માર્કેટ કેપમાં લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.