આજે સાંજે ડોલર સામે રૂપિયો 39 પૈસાની નબળાઈ સાથે રૂ. 83.53 પર બંધ થયો હતો.
2024-06-04 16:32:22
આજે સાંજે ડોલર સામે રૂપિયો 39 પૈસાની નબળાઈ સાથે રૂ. 83.53 પર બંધ થયો હતો.
લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે 4 જૂને શેરબજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. પાવર સેક્ટર, પીએસયુ બેન્ક, મેટલ શેર, ટેલિકોમ સહિતના અનેક ક્ષેત્રોમાં ભારે વેચવાલીનાં દબાણ વચ્ચે સેન્સેક્સ 4389.73 પોઈન્ટ ઘટીને 72,079.05 પર પહોંચ્યો હતો. આ ટકાવારીનો ઘટાડો 5.74% છે. NSE નો નિફ્ટી પણ 1,379.40 પોઈન્ટ્સ અથવા 5.93% ના ભારે નુકસાન સાથે 21,884.50 પર બંધ રહ્યો હતો.