મજબૂત ગ્રીનબેક અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા વચ્ચે બુધવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નજીવો નીચો ખુલ્યો હતો. સ્થાનિક ચલણ 82.92 ના પાછલા બંધની સરખામણીએ ડોલર દીઠ 82.93 પર ખુલ્યું હતું.
આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે BSE સેન્સેક્સ 131.58 પોઈન્ટના ઘટાડા સાથે 67089.55 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 39.10 પોઈન્ટના ઘટાડા સાથે 19954.10 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.