યુએસ ટ્રેઝરી યીલ્ડમાં પુલબેક વચ્ચે નરમ ડોલરની આગેવાની હેઠળ શુક્રવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 7 પૈસા ઊંચો ખૂલ્યો હતો. સ્થાનિક ચલણ 83.21 ના પાછલા બંધની સરખામણીએ ડોલર દીઠ 83.14 પર ખુલ્યું હતું.
જી-20 સમિટ આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. જેમાં વિશ્વભરની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સની શરૂઆત પહેલા આજે શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ હતી. આજે BSE સેન્સેક્સ લગભગ 58.38 પોઈન્ટના વધારા સાથે 66323.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 21.30 પોઈન્ટના વધારા સાથે 19748.30 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.