ભારતીય રૂપિયો બુધવારે યુએસ ડોલર સામે 10 પૈસા ઊંચો ખૂલ્યો હતો અને યુએસના મહત્ત્વપૂર્ણ ફુગાવાના ડેટા પહેલા ગ્રીનબેકમાં વ્યાપક નબળાઈને કારણે મદદ મળી હતી. સ્થાનિક ચલણ 82.57 ના પાછલા બંધની સરખામણીએ ડોલર દીઠ 82.27 પર ખુલ્યું હતું.
આજે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. આજે બીએસઈ સેન્સેક્સ લગભગ 108.35 પોઈન્ટના વધારા સાથે 65726.19 પોઈન્ટના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 30.40 પોઈન્ટના વધારા સાથે 19469.80 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.