આજે ડોલર સામે રૂપિયો મજબૂત ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 6 પૈસાની નબળાઈ સાથે 83.00 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ સોમવારે ડોલર સામે રૂપિયો 17 પૈસા મજબૂત થઈને 82.94 રૂપિયા પર બંધ થયો હતો.
આજે એટલે કે બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલી શકે છે. પરંતુ ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે. આજે શરૂઆતના કલાકોમાં, GIFT નિફ્ટી ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે જે સેન્સેક્સ અને નિફ્ટી 50ને સકારાત્મક ઓપનિંગ આપે તેવી અપેક્ષા છે. જો કે બીજી તરફ એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી અમેરિકન શેરોની વાત છે ત્યાં સુધી રાતના ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું છે. GIFT નિફ્ટી, જે અગાઉ SGX નિફ્ટી તરીકે ઓળખાતી હતી, બુધવારે સવારે 7.32 વાગ્યે 43 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 19,357.5 પર ટ્રેડ કરી રહી હતી.