અમેરિકન ચલણમાં મજબૂતી અને નબળા જોખમની ભૂખ વચ્ચે બુધવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે સપાટ ખૂલ્યો હતો. સ્થાનિક ચલણ 82.84 ના પાછલા બંધની સરખામણીએ ડોલર દીઠ 82.82 પર ખુલ્યું હતું.
આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે BSE સેન્સેક્સ 188.27 પોઈન્ટના ઘટાડા સાથે 65658.23 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 38.80 પોઈન્ટના ઘટાડા સાથે 19532.00 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. BSE પર આજે કુલ 2,631 કંપનીઓ ટ્રેડિંગ માટે ખુલી હતી.