આજે શેરબજારો સવારથી લીલા નિશાન સાથે ખુલ્યા હતા અને અંતે તે વધારા સાથે બંધ થયા હતા. ગઈકાલે રાત્રે અમેરિકન શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા, ત્યારબાદ આજે એશિયન શેરબજારો સહિત ભારતીય બજારોમાં સારી તેજીનો તબક્કો રહ્યો હતો. અંતે ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો નોંધાયો હતો.