આજે સવારે શેરબજાર જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને બાદમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. પરંતુ અંતે સેન્સેક્સ લગભગ 267.64 પોઈન્ટના વધારા સાથે 71,822.83 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી 96.70 પોઈન્ટના ઉછાળા સાથે 21,840.00 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.