વિદેશમાં મજબૂત અમેરિકન ચલણ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે શુક્રવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 2 પૈસા નીચો ખૂલ્યો હતો. સ્થાનિક ચલણ અગાઉના 83.03ના બંધ સામે 83.05 પ્રતિ ડોલર પર ખુલ્યું હતું.
આજે શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. આજે BSE સેન્સેક્સ લગભગ 140.91 પોઈન્ટના વધારા સાથે 67659.91 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 60.60 પોઈન્ટના વધારા સાથે 20163.70 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.