આજે ડોલર સામે રૂપિયો નબળો ખુલ્યો હતો. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 13 પૈસાની નબળાઈ સાથે 82.38 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. બીજી તરફ મંગળવારે રૂપિયો ડોલર સામે 1 પૈસાની નબળાઈ સાથે 82.26 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
આજે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે BSE સેન્સેક્સ 290.08 પોઈન્ટના ઘટાડા સાથે 66169.23 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 91.20 પોઈન્ટના ઘટાડા સાથે 19642.30 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.