યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ વ્યાજદર લાંબા સમય સુધી ઉંચા રહેવાની શક્યતા દર્શાવ્યા બાદ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળા વચ્ચે ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 2 પૈસા નીચો ખૂલ્યો હતો. સ્થાનિક ચલણ અગાઉના 83.07ના બંધની સરખામણીએ 83.09 પર ખુલ્યું હતું.
આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે BSE સેન્સેક્સ 296.11 પોઈન્ટના ઘટાડા સાથે 66504.73 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 81.30 પોઈન્ટના ઘટાડા સાથે 19820.10 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.