યુએસ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અપેક્ષિત કરતાં વધુ સારા થયા બાદ ગ્રીનબેકમાં વ્યાપક મજબૂતાઈ પર શુક્રવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 34 પૈસા નીચો ખૂલ્યો હતો. સ્થાનિક ચલણ 81.93 ના પાછલા બંધની સરખામણીએ ડોલર દીઠ 82.27 પર ખુલ્યું.
આજે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે BSE સેન્સેક્સ 111.26 પોઈન્ટના ઘટાડા સાથે 66155.56 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 28.40 પોઈન્ટના ઘટાડા સાથે 19631.50 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. BSE પર આજે કુલ 2,077 કંપનીઓ ટ્રેડિંગ માટે ખુલી હતી.