આજે ડોલર સામે રૂપિયો નબળો ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 5 પૈસાની નબળાઈ સાથે 82.79 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. બીજી તરફ સોમવારે ડોલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈને 82.74 રૂપિયા પર બંધ થયો હતો.
આજે શેરબજારમાં સપાટ શરૂઆત થઈ હતી. આજે બીએસઈ સેન્સેક્સ લગભગ 4.34 પોઈન્ટના વધારા સાથે 65957.82 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી 6.10 પોઈન્ટના વધારા સાથે 19603.40 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. BSE પર આજે કુલ 1,744 કંપનીઓ ટ્રેડિંગ માટે ખુલી હતી.