આજે ડોલર સામે રૂપિયો નબળો ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 1 પૈસાની નબળાઈ સાથે 82.81 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. બીજી તરફ, બુધવારે રૂપિયો 1 પૈસા મજબૂત થઈને ડોલર સામે રૂ. 82.82 પર બંધ થયો હતો.
આજે RBI તેની ક્રેડિટ પોલિસી જારી કરશે. આ વખતે વ્યાજદરમાં વધારાની શક્યતાને કારણે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે BSE સેન્સેક્સ 204.18 પોઈન્ટના ઘટાડા સાથે 65791.63 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 57.70 પોઈન્ટના ઘટાડા સાથે 19574.80 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો.