અમેરિકન ચલણમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે સપાટ ખુલ્યો હતો. સ્થાનિક યુનિટ તેના અગાઉના 83.13ના બંધની સરખામણીએ ડોલર દીઠ 83.12 પર ખુલ્યું હતું.
આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે BSE સેન્સેક્સ 75.38 પોઈન્ટના ઘટાડા સાથે 65805.14 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 24.20 પોઈન્ટના ઘટાડા સાથે 19586.80 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો.