આજે ડોલર સામે રૂપિયો નબળો ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 12 પૈસાની નબળાઈ સાથે 82.70 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. બીજી તરફ બુધવારે રૂપિયો ડોલર સામે 33 પૈસાની નબળાઈ સાથે 82.58 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
આજે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે BSE સેન્સેક્સ 270.83 પોઈન્ટના ઘટાડા સાથે 65511.95 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 82.40 પોઈન્ટના ઘટાડા સાથે 19444.10 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.